Tuesday, September 13, 2011

મારા મોબાઈલ (N-72) ની આત્મકથા..

મારો જન્મ નોકિયા જાતિના 'Symbian' કુળ માં થયો.અને મારું ગર્ભારોપણ આરબ દેશના પ્લાન્ટમાં થયું છે એવું મારા ગીકી સ્વભાવના માલિકે શોધી નાખ્યું હતું .જો કે ત્યાંથી લાંબી રિટેલરોની લાઈનો માંથી પસાર થઈ હું ચીખલી નામના નાનકડા ગામની નાનકડી  મોબાઈલ-શોપ માં ગોઠવાય ગયો હતો,જ્યાંથી મારા માલિકે મને ખરીદ્યો અને ખરા અર્થ માં મારો જન્મ થયો અને એ દિવસ હતો ૦૨-૦૭-૦૮.

જો કે ત્યારબાદ મારા માલિકે મારા IQ ને જે લેવલ સુધી પહોચાડ્યો એ દિવસો અદભુત હતા.શરુઆતના દિવસોમાં માં મારા માલિક મારી ખુબ જ કાળજી લેતા અને  હું ખુબ જ હરખાતો .મને પણ વિશ્વાસ ન આવે એવા કામો હું કરતો જેમ કે Mobile blogging,ઓફીસ-સુટ ના કામો ત્યાં સુધી કે મારા માલિક મારામાં Python compiler install કરી Python script પણ રન કરાવતા.


આ જોઇને મારાથી સારા કુળ માં જન્મેલા N71,N73 etc એ બધા મારાથી જલતા કારણ કે મારા ઉપયોગો ને જોય ને એ બધા દંગ રહી જતા અને મને ખુબ આનંદ થતો. 


જો કે ત્યારે ભવિષ્યનો મને જરા પણ ખ્યાલ ન હતો.મારા માલિકનો ગીકી સ્વભાવ જ અમને બંને ને ભારે પડશે એની મને ખબર ન હતી.

વાત જાણે એમ બની આજથી એક વર્ષ પહેલા  ચોમાસાની ઋતુ માં મારા માલિક ને રજા હતી અને એમના દિવસો પણ ખરાબ ચાલતા હતા તો એનાથી કંટાળી એમણે મિત્ર જોડે પકૃતિની ગોદ (કુદરત નાં ખોળે ,કોઈ છોકરીના નહિ.. :) ) માં જવા વિચાર્યું અને વાંસદા-વઘઈ નાં જંગલો માં ટ્રેકિંગ કરવા નીકળ્યા.એમની આદત મુજબ એમણે મારી આંખો નો ઉપયોગ અમુક અદભુત વસ્તુઓ ને મારા મગજમાં (મેમરી યુનીટમાં) સંગ્રહી,જો કે આ કામ કરતા કરતા એમને એ વસ્તુ યાદ નાં રહી કે વરસાદ ચાલુ છે અને એમની જોડે હું પણ થોડો ઘણો પલળતો હતો.પછી તો બે દિવસ પછી મારી સરકીટ ને એ પાણી બહુ મોંધુ પડ્યું.મારો ડિસ્પ્લે બંધ થઈ ગયો.

આમ તો મારા માલિક ને કોઈ પણ વસ્તુ પહેલા જાતે રીપેર કરી જોવાનો શોખ પરંતુ મારા પ્રત્યેના અગમ્ય પ્રેમના કારણે એમણે એ વિચાર પડતો મુક્યો.જો કે મારાથી લાંબો વિરહ સહન ન કરી શકતા હોવાથી એમણે જે દુકાનદારે સૌથી ઓછા સમયમાં મને રીપેર કરી આપવા જણાવ્યું એના હવાલે મને કરયો.

પરંતુ મારા માલિકના ખરાબ સમય હજી પુરો કયા થયો હતો?,એ દુકાનદાર શીખાવ નીકળ્યો એ ઓપરેશન મારા માટે જાન લેવા નીવડ્યું,જો કે મારા માલિકનાં અથાગ પ્રયત્નોને કારણે હું કોમામાં ટકી રહ્યો.

ત્યારબાદનાં એક વર્ષનો ગાળો હું મૃત અવસ્થામાં રહ્યો.પરંતુ મારા ફાઈટર માલિકે ગમે તેમ કરી અલગ-અલગ ઈલાજો અપનાવી આખરે મારા ઇનર બોડી પાર્ટસ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કર્યું.ત્યારબાદ મારું હદયસમાન મધરબોર્ડ રિપ્લેસ કરવામાં આવ્યું.અને આમ પુરા એક વર્ષ પછી હું ફરી જયારે જીવંત થયો ત્યારે મારી અને મારા માલિકની ખુશીનો પાર નાં રહ્યો.

જો કે મને હજી પૂરેપૂરી રિકવરી મેળવવામાં થોડો સમય જશે એવું લાગે છે પરંતુ હું મારા માલિકને મારા આખરી શ્વાસ સુધી પૂરી વફાદારીથી સાથ આપવાનો પ્રયત્ન કરતો રહીશ.
અસ્તુ..!!


@ the end :

વેકેશનના નવરાશના સમય માં જ્યારે તમે કોડીગ ની જગ્યાએ સાહિત્યનું વધારે પડતું વાંચન કરો ત્યારે કદાચ આવો વિચિત્ર આઉટપુટ મળી શકે..! :)