Thursday, September 10, 2009

’સફારી’ નિ સફરે....

આખરે ઘણાં દિવસથી પેન્ડિંગ આ સેમેસ્ટરના પુસ્તકો લેવા જવાનું કામ પુરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું (કારણ કે હવે સેમેસ્ટર પુર્ણ થવામાં એક જ મહિનો બાકિ છે :)).ખરું જોતાં તો પુસ્તકો લેવાં જવાનું તો બહાનું જ હતું,તો મંગળવારે કોલેજ બન્ક કરીને હું,પાર્થિવ અને મોહિત(મારાં રુમમેટસ) અમે લોકોએ સવાર નિ ટ્રેન ગુજરાત ક્વીન માં જવાનું નક્કી કર્યુ.
પરંતું હમેંશની જેમ અમે સવારે વહેલાં ઉઠી ન શક્યાં અને ટ્રેન ચુકી ગયાં,અને પછી એક કલાક પછી આવતી બરોડા-અમદાવાદ મેમુ માં જવાનું નક્કી કર્યુ.આમ અમદાવાદ પહોંચતા બપોરનાં બાર વાગી ગયા,અને પેટનાં પણ બાર વાગી ગયા હતાં. :) .અમદાવાદ ની રેસ્ટોરન્ટોનો ઝાઝો અનુભવ ન હતો સ્ટેશન પર આવેલ comesome માં જ મોટેભાગે જમવાનું થતું પરંતું ત્યા મજા ન આવતાં પ્લેટફોર્મ નં ૪ પર આવેલ IRCTC માન્ય સ્ટોલ(Goel & Goel) પર આલુ-પરાઠા અને ગ્રીલ સેન્ડ્વિચ મંગાવવાનું જોખમ લેવામાં આવ્યું,જો કે એમણે નિરાશ ન કર્યા અપેક્ષા કરતાં ફુડ સારું હતું.
ત્યારબાદ પુસ્તકો લેવા માટે સીધા ગયા ગાંધીપુલ(રીક્ષાવાળો નવાં જ કોઇક રસ્તે લઇ ગયો આ વખતે,જો કે જુનિ અમદાવાદની પોળો જોવાની મજા પડી ),પુસ્તકો લેવાનું કામ પતાવ્યાં પછી ’સફારી’ ની ઓફિસ જવાનાં મુંખ્ય કામ માટે વિચારવામાં આવ્યું.બાળપણથી(૭ કે ૮ માં ધોરણથી) ’સફારી’ નો ચાહક રહેવાનાં નાતે એમની પ્રત્યે ભારોભાર માનની લાગણિ ને કારણે એની ઓફિસ જોવાની ઇચ્છા ઘણાં સમયથી હતી.
હવે,અમદાવાદમાં L.D ENGG. COLLEGE અને SCIENCE CITY સિવાય એકેય વિસ્તાર જોયો ન હોવાને કારણે (હાં,કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતાં મંદિર જોયાં છે.. :) ) મુશ્કેલી થતી હતી,જો કે આગળ અમદાવાદનાં રીક્ષાવાળાઓનો અને AMTS નાં કંન્ડ્ક્ટરોનો કડવાં અનુભવો થયાં હોવાને કારણે સીધાં રીક્ષાવાળાને નાં પુછતાં અમે લોકોએ આગલા દિવસે જ ગૂગલ મેપ ના આધારે ’સફારી’ ની ઓફિસ ના વિસ્તારનો નકશો તૈયાર કરી દીધો હતો.પહેલું સ્ટેજ હતું પરિમલ ગાર્ડ્ન પહોચવું.ગાંધીપૂલ થી લાલદરવાજા બસ ડેપો પર પહોચી બસનું પુછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું ૪ નં. પરથી બસ મળશે.ત્યાં પુછતાં બિજે કશે જતી બસમાં બેસાડી દીધાં.જો કે આગળનાં અનુભવને કારણે પાર્થિવે કંન્ડ્ક્ટરને પુછી લેવાનું ઉચિત સમજતાં,કંન્ડ્ક્ટરે નામ પાડી,આ બસ ત્યાં નહિં જાય એટલે ફરી પાછામ બસનાં આગળ નાં દરવાજા થી નીચે,પછી પાછું બીજા વ્યક્તિને પુછ્તાં કહેવામાં આવ્યું આ બસ જાય જ છે એમાં બેસી જાવ અને પંચવટી ઉતરી જજો ત્યાંથી નજીક જ છે.

બસમાં બેઠાં કંન્ડ્ક્ટરને કહ્યું,"પરિમલ ગાર્ડન જવું છે".તેમણે કહ્યું,"તો પછી લો-કોલેજ ઉતરી જજો"(હવે,ફરી મુંઝવણ લો-કોલેજ ઉતરવું કે પંચવટી).અમે કહ્યું,"લો-કોલેજ અથવા પંચવટી જે પણ પરિમલ ગાર્ડનથી નજીક હોય એની ટીકીટ આપો".જવાબ મળ્યો,"એ તો મને પણ નથી ખબર..!!".આખરે પંચવટી ઊતરયાં.કોઈપણ રીક્ષાવાળાને ’સફરી’ ની ઓફિસ વિશે ખબર ન હતી.આખરે નકશામાં જોયું અમી ’વાઘ-બકરી કોર્પોરેટ હાઊસ’નું પુછવામાં આવ્યું તો એક રીક્ષાવાળો વાઘ-બકરીના ગોડાઉન પર ઉતારી ગયો.ત્યાં પૂછ્યું તો કહ્યું ’વાઘ-બકરી કોર્પોરેટ હાઊસ’ તો ૧૦ માળાનું મોટું બિલ્ડીંગ છે અને એ તો ઊંધી દિશામાં છે.વળી બીજી રીક્ષા પકડી અને ’સફારી’જે એપાર્ટ્મેન્ટમાં છે તે આનંદ મંગલ-૩ (જે ’વાઘ-બકરી કોર્પોરેટ હાઊસ’ ની પાછળ છે) ત્યાં જવું છે એમ કહેવામાં આવ્યું.
ત્યારબાદ,રીક્ષાવાળાએ પણ એપાર્ટ્મેન્ટ જોયું ન હતું આથી ’વાઘ-બકરી કોર્પોરેટ હાઊસ’ની પાછ્ળના રોડ પર લઈ ગયો અને શોઘખોળ ચાલુ થઈ,એવામાં એક બોર્ડ પર નજર ગઈ આનંદ-મંગલ-૩,રીક્ષાવાળાને ત્યાં લઈ જવાનું કહ્યું,રીક્ષાવાળાએ કહ્યું"ભઈ,આને તો મંગલમૂર્તિ એપાર્ટ્મેન્ટ કહેવામાં આવે છે..!!" :)
આનંદ-મંગલ-૩ કે મંગલમૂર્તિ :)

આખરે,’સફારી’ની ઓફિસ મળી અને અંદર પ્રવેશતાની સાથે જ બઘો થાક ભુલાય ગયો.એકદમ સુસ્વચ્છ,વ્યવસ્થિત કેબિનોવાળી,વાતાનુકુલિત જગ્યાં,ખુબ જ સરસ ગોઠવાયેલ લાઈટિંગ અને પોતાના કામમાં એકદમ નિરવ શાંતિમાં મગ્ન સ્ટાફ.
મારે ’મેથેમેજીક’,’આસાન અંગ્રેજી’ અને ’સફારી’નાં થોડા જુનાં અંકો લેવા હતાં.’મેથેમેજીક’ તો ખલાસ
થઈ ગઈ હતી.’આસાન અંગ્રેજી’ મળી(એ પણ ૫૦ રુ. નાં ડિસકાઉન્ટ સાથે :) ) અને થોડા જુના અંકો જે મારા સંગ્રહમાં ઘટતાં હતાં.
હવે,આટલી મથામણ પછી ખાલી હાથ થોડા અવાય?એટલે મેં સ્ટાફ મેમ્બરને પૂછ્યું,"હર્ષલ પુષ્કર્ણા સાહેબ છે?" જવાબ મળ્યો,"હાં".મેં વળી પુછ્યું,"મારે બુક પર એમનો ઓટોગ્રાફ જોઇએ છે,જો એ બિઝિ ના હોય તો..!?".જવાબ મળ્યો,"હાં,હાં કેમ નહિં?".મારાથી તરત પુછાય ગયું,"શું અમે જાતે જઈ શકીએ ઓટોગ્રાફ લેવા?"(પોતાનાં હીરો ને મળવાની તત્પરતા કોને ના હોય..!!?? :) ).જવાબ મળ્યો,"નાં,તમે તો જાણો જ છો,સાહેબ હમણાં દિવાળી અંકના કામમાં વ્યસ્ત છે.મેં કહ્યું,"હાં,હાં વાધો નહીં,ઓટોગ્રાફ મળે એટલું બસ.(મળવાનું બીજી કોઈ વાર..!! :( )
આખરે,અમે હર્ષલ સાહેબના ઓટોગ્રાફ વાળી ’આસાન અંગ્રેજી’, ’સફારી’નાં થોડા જુનાં અંકો અને
કદી ના ભુલાય એવો અનુભવ લઈ ઓફિસમાંથી બહાર નીકળ્યાં.
પછી,સાંજની ગુજરાત ક્વીન પકડી સીધા નડિયાદ આવી મઢુલીમાં પંજાબી જમી(કાયમ જેવી મજા ન હ્તી જમવામાં) સીધાં હોસ્ટેલ.

ફુલટુ,મજા આવી ગઈ..