Sunday, April 9, 2017

મધ્ય ગુજરાત ના પક્ષીઓ : ભાગ ૪ : નીલ કૂકડી / નીલ જળમુરઘો

અંગ્રેજી નામ : Purple Swamphen / Grey-headed Swamphen
શાસ્ત્રીય નામ : Porphrio porphyrio
ગુજરાતી નામ : નીલ કૂકડી / નીલ જળમુરઘો

મરઘી ને પક્ષી કહેવું કે કેમ? નીલ કૂકડી ને જોયાં પહેલાં જો કે આવા રંગ - રૂપ વાળી મરઘી જોઈ નહોતી. એવું લાગ્યું જાણે કોઈ બીજા ગ્રહની મરઘી જોઈ રહ્યા છે.
    નીલકુકડી આમ તો જલકુકડી/જલમૂરઘી ની પેટાજાતી ગણી શકાય. એની ઘણી બધી પેટાજાતીઓ છે. લગભગ ૨૨, જેમાથી ૧૨ તો નાશ:પ્રાય છે અને બાકીની ૧૦  માં નીલકુકડીનો સમાવેશ થાય છે.પ્રજાતિઓમાં મોટાભાગે પીંછાનો રંગ જૂદો હોય છે. જો કે, આ Taxonomy માં ઘણાં ફેરફારો થઈ ચૂક્યાં છે, છેલ્લે ૨૦૧૫ ના અપડેટ પ્રમાણે, પહેલા આ પક્ષીનુ અંગ્રેજી નામ 'Purple Moorhen' હતું જે બદલાયને 'Purple Swamphen' થયું અને ત્યારબાદ ૨૦૧૫ માં 'Grey-headed Swamphen' થયું. (રેફરન્સ : http://ebird.org/content/india/news/2015-taxonomy-indian-birds/).
    નીલકુકડી જેવી જ એક પ્રજાતિ જે ફ્રાંન્સમા જોવા મળે છે, એના ફ્રેંન્ચ નામ ઉપરથી આ પક્ષી ને 'સુલતાના બર્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રોમન સામાૃજયમાં આ પક્ષીને મોટા ઘરમાં કે મહેલોના સુશોભન માટે બગીચાઓના તળાવમાં રાખવામાં આવતા, એવો ઉલ્લેખ પણ છે.  

    આ મરઘીના કદનું પક્ષી મરઘા કે કુકડાની જેમ જ મોટો અને કકૅશ અવાજ ધરાવે છે,ખાસ કરીને એમની બ્રીડિંગ સિઝન દરમિયાન. જો કે મરઘીની જેમ ઉડવામાં પાવરઘું નહી હોવા છતાં આ પક્ષી ઘણી લાંબા અંતર સુધી ઊડાનો ભરી શકે છે. અને તરવામાં મદદરૂપ થઈ શકે એવા પડદીવાળા પંજા નહી હોવા છતાં તરવામાં એ કુશળ છે. 
    રહેઠાણ માટે આ પક્ષી જે વિસ્તારમાં સારો એવો વરસાદ થતો હોય એવો વિસ્તાર વધુ પસંદ કરે છે. મોટા ભાગે તળાવના કિનારે કે પછી એવી ભેજવાળી પોચી જમીન ની આસપાસ જોવા મળે છે. 

    નીલકુકડી જોડીમાં અને નાના ટોળા મા રહેવાનું પસંદ કરે છે. કાદવ કીચડ વાળી જમીનમાં ખોરાક શોધતા કે પછી તળાવમાં તરતા આ પક્ષી જોય શકાય છે. 

    નીલકુકડી ૩ થી ૪ ઈંડા મૂકે છે. માળો મોટેભાગે ઘાસથી બનાવેલ હોય છે જે પાણી ઉપર ઉગતા ઘાસથી બનાવેલ હોય છે. નર અને માદા બંને ઈંડાને લગભગ ૨૩ થી ૨૭  દિવસો સુધી ઈંડાને શેવે છે. ત્યારબાદ ઈંડા માથી નીકળેલા બચ્ચાને ૧૦ થી ૧૪ દિવસો સુધી માળામાં રાખે છે અને આ દરમિયાન એમના માતા-પિતા અને અન્ય ટોળાના સદસ્યો એમને ખોરાક પૂરો પાડે છે.


   ખોરાકમાં મુખ્યત્વે કુમળુ ઘાસ અને અન્ય વનસ્પતિઓ હોય છે. જો કે આમ તો, એવું પણ માનવામાં આવે છે કે નીલકુકડીની ઘણીખરી પ્રજાતિ  અળસિયા, બતકના ઈંડાં, બતકના બચ્ચા તથા નાની માછલીઓ પણ ખાય છે. જો કે આના વિશે પુખ્તા સાબિતીઓ નથી એવું કહેવામાં આવે છે. 

આ પક્ષી વિશે હવે પછીના પ્રવાસોમાં થોડુ વધારે રીસર્ચ/શોધ સંશોધન કરવાની ઈચ્છા જરૂર છે. :) 

(સંકલન : કૃપા દેસાઈ)

Wednesday, March 1, 2017

મધ્ય ગુજરાત ના પક્ષીઓ : ભાગ ૩ : ટીટોડી

અંગ્રેજી નામ : Red Wattled Lapwing
શાસ્ત્રીય નામ : Vanellus indicus
ગુજરાતી નામ : ટીટોડી


    જયારે અમે આ ફોટાઓ લઇ રહ્યા હતા ત્યારે આ પક્ષીના નામ વિશે કઈ જ ખબર નહોતી. પછી જ્યારે ધ્યાનથી અવાજ સાંભળ્યો , ત્યારે થયું કે શું આ જ ટીટોડી નાં નામે ઓળખાતું પક્ષી હશે ? જોવા જેવી વાત એ છે કે ટીટોડી નાં નામથી આમ તો આપણે  બધા જ પરિચિત છીએ. હા, પેલા દર ચોમાસા પહેલાના છાપાઓમાં આવતા અહેવાલોના કારણે જ તો . જો કે આ અહેવાલોમાં ટીટોડીના ઈંડાની વાતો જ હોય છે અને એ ઈંડાની સ્થિતિ પ્રમાણે કરવામાં આવતી ભવિષ્યવાણી , કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે. જો આ લોકો ઈંડાની સાથો સાથ આ પક્ષીનો ફોટો પણ છાપતા હોત તો આપણે આ રાખોડી અને સફેદ રંગના પક્ષીના રંગરૂપ થી પણ પરિચિત હોત.   ખેર, ઈંડાને લગતી માન્યતાઓ પણ ઘણી છે.જેમ કે એક માન્યતા અનુસાર જો ટીટોડી ઊંચાણ વાળી જગ્યા એ ઈંડા મુકે તો ચોમાસું સારું અને જો નીચાણ વાળા પ્રદેશમાં મુકે તો ચોમાસું ખરાબ જવાના એધાણ છે એમ સમજવું. બીજી એક માન્યતા ઈંડાની પોઝીશનને લઈને છે, કે જો ટીટોડી ઉભા ઈંડા મુકે તો ચોમાસામાં મેધરાજાની મહેર સારી રહે અને જો આડા ઈંડા મુકે તો મેઘરાજા રીસાણા.
    હવે મૂળ વાત, આ પક્ષીનું કદ ૧૫ થી ૧૬ ઇંચ જેટલું હોય છે. નર અને માદા દેખાવે સરખા જ હોય છે.ચાંચ અને આંખ ની ઉપર લાલ રંગ, માથાની ઉપર અને નીચે કાળા રંગનો પટ્ટો અને એની વચ્ચે સફેદ રંગનો પટ્ટો હોય છે.પાંખો રાખોડી રંગની જ્યારે પાતળા અને બીજા પક્ષીઓના પ્રમાણમાં લાંબા એવા પગ પીળા રંગના હોય છે. નર અને માદામાં ફક્ત એક તફાવત એ કે, નરની પાંખો માદા કરતા ૫% જેટલી લાંબી હોય છે.


    ટીટોડી નાં ખોરાકમાં પણ મુખ્યત્વે કીડી-મંકોડા જ છે અને એવું પણ માનવામાં આવે છે કે એ દિવસની સાથોસાથ રાત્રીના સમયે ખોરાક માટે નીકળે છે અને પૂર્ણિમાના દિવસો દરમિયાન વધુ ગતિશીલ હોય છે.
  
    ટીટોડી આમ તો ધીમી ગતિ એ ચાલતું અને ઉડતું પક્ષી છે . પરતું જ્યારે ખુદ ને બાઝ્ જેવા પક્ષીઓના હુમલાથી બચાવવાનું હોય ત્યારે ખુબ ચપળતા બતાવતું હોય છે. અને દિવસ હોય કે રાત, એ સૌથી સાવધ રહેતું પક્ષી પણ છે અને એથી જ ઘુસણખોરોને સૌથી પહેલા ઓળખી કાઢે છે અને ચીચીયારો કરી ને અવાજ રૂપી અલાર્મ પણ વગાડે છે.અને એટલે જ શિકારીઓ આ પક્ષીને ન્યુસન્સ માનતા હોય છે.

   ઈંડાનું સંવનન નર અને માદા બંને કરે છે. અને ઈંડા નો રંગ પણ આછો કથથઈ, જમીન ના રંગ જેવો, અને આથી જ આ પક્ષી માળો નથી બનાવતું. ઈંડાની સંખ્યા ૩ થી ૪ હોય છે અને ૨૪ થી ૩૦ દિવસમાં ઈંડાનું સંવનન પૂર્ણ થાય છે. અને બીજા lapwings પક્ષીઓની જેમ જ પોતાના પીંછામાં પાણી ભરીને પોતાના બચ્ચાને પીવડાવે છે અથવા ગરમી વધુ હોય ત્યારે ઈંડા પાસે ઠંડક જાળવવા માટે પણ પાણીનો ઉપયોગ કરે છે.


    ટીટોડી તળાવો, ખેડાયેલા ખેતરો તથા ખુલ્લા મેદાનોમાં જોવા મળે છે.પાણીમાં નહાવાનું એમને પસંદ છે. મોટાભાગનો સમય જમીન પર પોતાની ચાંચ વડે પીછા ખોતરવામાં (preening) કે પછી એક પગ પર આરામ ફરમાવામાં વિતાવે છે.
  


@ the end :

ટીટોડી પર અધીર અમદાવાદીનો  હાસ્ય લેખ: "ટીટોડી ઈંડા ક્યાં મૂકે એ એની મુન્સફીનો વિષય છે" :)
------------------------

Wednesday, February 1, 2017

મધ્ય ગુજરાત ના પક્ષીઓ : ભાગ ૨ : નાનો પંતરંગો / પંતરંગીયો

અંગ્રેજી નામ : Green Bee-Eater
શાસ્ત્રીય નામ : Merops orientallis
ગુજરાતી નામ : નાનો પંતરંગો / પંતરંગીયો


    આ ચકલીના કુળના પક્ષીનું ગુજરાતી નામ તો મને ઝટ જડ્યું નહિ અને જડ્યું ત્યારે થયું કે 'નાનો પંતરંગો' એવું નામ શા માટે હશે? જો નાનો પંતરંગો હોય તો મોટો પંતરંગો પણ હોવો જોઈએ? એ હિસાબે તો મને 'પંતરંગીયો' નામ વધારે અનુકુળ લાગ્યું , જો કે ઘણી જગ્યાએ 'નાનો પંતરંગો' તરીકે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એને મરાઠીમાં 'वेडा राघू' અને નેપાળીમાં 'मुरली चरा' તરીકે ઓળખવામાં આવે છે.

Green bee-eater (નાનો પંતરંગો )


    આ પક્ષીનો પહેલવહેલો ઉલ્લેખ બ્રિટીશ પક્ષીશાસ્ત્રી જ્હોન લેથમ એ ઈ.સ ૧૮૦૧ માં કરેલ. આ પક્ષીની ઘણી પેટાજાતિઓમાંથી ભારત અને શ્રીલંકામાં મુખ્યત્વે orientallis જાતિના પક્ષીઓ જોવા મળે છે. એની લંબાઈ ૯-૧૦ ઇંચ જેટલી હોય છે,જેમાં બે પાંખોની વચે આવેલ ૧ થી ૨ ઇંચ લાંબી પાતળી દાંડી જેવા પીંછાનો પણ સમાવેશ થાય છે.    ખોરાકમાં એના અંગ્રેજી નામ મુજબ મુખ્યત્વે ઉડતી જીવાતો છે.તદુપરાંત કીડી,મંકોડા અને માખી પણ ખાય છે.મોટાભાગે ફેન્સીંગ તથા ઈલેક્ટ્રીક તાર પર બેઠા બેઠા અવલોકન કરતુ હોય છે, અને જેવો ચાન્સ મળે એકાદ મીટર કે તેથી ઓછી ઉચાઈએથી ડાઈવ લગાવી ને ઉડતી જીવાતોને પોતાનો શિકાર બનાવે છે.
   પંતરંગો આમ તો ખેતરો કે ઝાડી ઝાંખરા વાળા મેદાનો ની આસપાસ વધુ જોવા મળે છે અને અન્ય પક્ષીઓ કરતા અલગ એમ પાણીના સ્રોતો કરતા દુર પણ જોવા મળે છે. પંતરંગો અન્ય પક્ષીઓ કરતા અલગ એ રીતે પણ છે કે એ પોતાનો એકલાહાથે માળો નથી બનાવતું, એની જગ્યાએ અન્ય પંતરંગો જોડે મળીને નહેર કે અન્ય જમીનમાં બખોલ બનાવે છે અને એમાં લગભગ ૩ થી ૫ ઈંડા મુકે  છે. ઈંડા નું સંવનન નર અને માદા એમ બંને કરે છે. નર અને માદા બંને દેખાવે પણ લગભગ સરખા જ હોય છે.

   એક રીસર્ચ પ્રમાણે પંતરંગો એ સમજી શકે છે કોઈક એનો પીછો કરી રહયું છે અને એ માટે એ પોતાના માળા/બખોલ તરફ જવાનો રસ્તો બદલીને તમને અવળે રસ્તે ચડવાનો પ્રયાસ કરી શકે છે.

  આ ફોટાઓ મેં અને મોહિતે જોળ ગામ જતી વખતે કે ત્યાંથી આવતી વખતે રસ્તામાં લીધેલા હતા. જોકે એ પેહલી વખત હોવાથી અમને બર્ડીગ કે એને લગતા કેમેરા સેટિંગ્સ નો કોઈ પ્રેક્ટીકલ મહાવરો નહતો. કદાચ ISO એટલે શું અને એ કેમ સેટ કરવું એ પણ ખબર નહતી.જોકે આજે પણ પરિસ્થિતિ કઈ વધુ પડતી સારી તો નથીજ..!! :) :)

Sunday, January 1, 2017

મધ્ય ગુજરાત ના પક્ષીઓ : ભાગ ૧ : કાળો કોશી


તાજેતર માં ફેસબુક એ મારી 5 વર્ષ પહેલાની મેમરીમાં નીચેની ઇમેજ બતાવી,

અને એની સાથોસાથ વર્ષો પહેલાનો એ શોખ જાણે અચાનક જાગી ઉઠ્યો. બળતામાં ઘી ઉમેરવાનું કામ કૃપા એ બર્થ-ડે ગિફ્ટમાં Canon Powershot SX 60HS આપીને કર્યું. જેના માટે હું ઘણા વર્ષો થી રાહ જોતો હતો એ એડવાન્સ પોઇન્ટ એન્ડ શૂટ કેમેરો આખરે હાથ માં આવ્યો. તો પછી નક્કી કરવામાં આવ્યું કે ચાલો 5 વર્ષ પહેલા કરેલા એ બર્ડ વોચીંગ એક્સપિરિયન્સ ને થોડી માહિતી સાથે અહીં શેર કરીએ તો પેશ-એ-ખિદમત  મૈં હૈ  'મધ્ય ગુજરાત ના પક્ષીઓ' સિરીઝ...

અંગ્રેજી નામ : Black Dronjo
શાસ્ત્રીય નામ : Dicrurus macrocercus
ગુજરાતી નામ : કાળો કોશી

શરૂઆત મારા પર્સનલ ફેવરિટ પક્ષી "બ્લેક ડ્રોન્જો" થી કરીએ. રૂપ રંગ કરતાં મને એની છટા અને લક્ષણો વધુ પસંદ છે. એના લક્ષણો નો ખ્યાલ એના અનેકવિધ નામો પરથી આવી શકે એમ છે, જેમ કે, 'કાળો કોશી', 'પોલીસ', 'પટેલ', भुजंगा’, ‘कोतवाल’, 'Black Dronjo', 'King Crow', ‘भारत अंगारक’ વગેરે. સૌથી નીડર પક્ષીઓમાં એનો સમાવેશ થાય છે. તમે એની ઘણી નજીક જઈ શકો છો એ એટલી જલ્દી ઉડશે નહિ.

Black Dronjo (કાળો કોશી)


    સૌથી લડાયક હોવા છતાં એ પોતાનાથી નાના કે નબળા પક્ષીઓ પર હુમલો નથી કરતુ. અને જ્યારે રક્ષણના મામલામાં એ પોતાનાથી સવાયા પક્ષીઓ જેવા કે સમડી, બાઝ સાથે બાઠ ભીડવાથી પણ નથી ખચકાતું. એના આ ગુણના કારણે એનાથી નાના પક્ષીઓ પોતાનો માળો 'બ્લેક ડ્રોન્જો' ના માળાની આસપાસ બનાવવાનું પસંદ કરે છે.એના ખોરાક માં મુખ્યત્વે નાની જીવાતો છે. એની પૂંછડી બાકી પક્ષીઓથી ઘણી અલગ, બે ફાંટામાં વહેંચાયેલી હોય છે, અંગ્રેજી મૂળાક્ષર V આકારની...

અંગ્રેજી મૂળાક્ષર V આકારની પૂંછડી...


    'બ્લેક ડ્રોન્જો' ના  આ ફોટોઓ  મેં અને મોહિતે વિદ્યાનગર થી વડતાલ જતાં રસ્તામાં જોળ ગામ પાસે એક તળાવ નજીક પાડેલ છે. જો કે 'બ્લેક ડ્રોન્જો' ભારતમાં સર્વત્ર જોવા મળે છે અને લગભગ દશેક પ્રજાતિઓમાં જોવા મળે છે. 

मैने तो सीखा यारों काँटों से दिल लगाना...      'બ્લેક ડ્રોન્જો' પર ઘણું લખી શકાય એમ છે, પણ એ દરેક બાબત ને આવરી લેતો ખુબ જ સરસ આ લેખ મને રીડગુજરાતી પર મળ્યો છે. અચૂક વાંચવા લાયક. 

Saturday, December 31, 2016

આ મહિના ની ફિલ્મો, સપ્ટેમ્બર'૧૬ !!


Wrong Side Raju (2016) by Mikhil Musale :


* Pink (2016) by Aniruddha Roy Chowdhury :  

આ મહિના ની ફિલ્મો, ઓગસ્ટ'૧૬ !!


Rustom (2016) by Dharmendra Suresh Desai : 


Mohenjo Daro (2016) by Ashutosh Gowariker :


Happy Bhaag Jayegi (2016) by Mudassar Aziz : 


Hu Chandrakant Bakshi by Manoj Shah, Written By: Shishir Ramavat : 

આ મહિના ની ફિલ્મો, જુલાઈ'૧૬ !!


* Madaari (2016) by Nishikant Kamat :


*  Frozen (2013) by Chris Buck, Jennifer Lee :


Sultan (2016) by Ali Abbas Zafar : 

આ મહિના ની ફિલ્મો, જૂન'૧૬ !!

 * Dhanak (2016) by Nagesh Kukunoor :


Udta Punjab (2016) by Abhishek Chaubey :


* Te3n (2016) by Ribhu Dasgupta :

આ મહિના ની ફિલ્મો, માર્ચ'૧૬ !!

* Jai Gangajal (2016) by Prakash Jha :

* Zootopia (2016) by Byron Howard, Rich Moore, Jared Bush :  

Wednesday, March 2, 2016

આ મહિના ની ફિલ્મો, ફેબ્રુઅરી'૧૬ !!

 * ગુજ્જુભાઈ ની ગોલમાલ (નાટક) : એવરેજ કોમેડી...

Neerja (2016) by Ram Madhvani : ખુબ સરસ ! આ રીયલ સ્ટોરી બેઇઝ્ડ ફિલ્મો નો ટ્રેન્ડ જેટલો વધુ ચાલે એટલુ સારું...

Singham Returns (2014) by Rohit Shetty: જોવાની રહી ગઈ હતી ,આખરે હોટસ્તાર પર જોવામાં આવી. રોહિત શેટ્ટી ની એકમાત્ર સીરીઝ જે હું સહન કરી સકું એમ છું... :)